You are currently browsing the daily archive for August 24th, 2007.
24 અગસ્ટ 2007, શનિવાર//શ્રાવણ સુદ એકાદશી,2063
હળવે હળવે હળવે હરજી// નરસિંહ મહેતા
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે; લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે; જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે; મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
ગમતું મળે તો//મકરંદ દવે//નજરું લાગી//સંપા-સુરેશ દલાલ તથા ભાલ મલજી
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ.-
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી? સરી સરી જાય એને સાંચવશે કયાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી. મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.-
આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને. આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને? માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ ! ગમતું મળે તો અલ્યા, ગૂંજે ના ભરીએ ગમતાંનો કરીએ ગુલાલ.
satyamev jayte

Recent Comments