You are currently browsing the monthly archive for ઓગસ્ટ 2007.

29 અગસ્ટ 2007, શ્રાવણ વદ બીજ 2063,બુધવાર

જનેતાને
ક્ષમતા અગર તમે ત્યજી,
અમે ક્ષમા માંગવા કયાં જાશું?
જનનીના આશીર્વાદ વિના,
અમે ભીડ ભાંગવા કયાં જાશું?

વ્હાલ વિસામા તમે ચણ્યા,
પત્થરમાં પ્રાણ તમે પૂર્યા,
એને છાયા જો તમે નહીં આપો,
તો અમે વિસામા કયાં લઇશું?

ઉપકારો સૌ ભૂલી જાતા,
પુત્રો પરણીને પલટાતા,
પલટાશો પ્રૂથ્વીરૂપ તમે,
અમે પગે લાગવા કયાં જાશું?

Advertisements

28/08/2007**શ્રાવણ સુદ પુનમ**રક્ષા બંધન**2063 મંગળવાર

રાધાજી દ્વારકામાં
રાધાજી ક્રૂષ્ણથી વિખૂટા પડ્યા બાદ વરસો પછી પોતાના પ્રિયતમને મળવા દ્વારકા પ્રભુને મહેલે ગયા, મહેલના દરવાનો તેમના અલૌકિક તેજથી અંજાઇ ગયા, કોઇને પણ તેમને અટકાવવાનું સૂઝયું નહીં, એક દરવાને દોડીને પ્રભુને સમાચાર આપ્યા કે પોતાને રાધા તરીકે ઓળખાવતી નારી ગોકુળથી આવી છે અને આપને મળવા માંગેછે,
રાધાનું નામ સાંભળતાં પ્રભુએ હીંચકામાંથી ઠેકડો માર્યો ને રઘવાટભર્યા દરવાજાતરફ દોડ્યા, દોડતા દોડતા ક્યારેક પીતાંબર પગમાં અટવાઇ જાય તેથી પડે, ફરી ઉભા થઇને દોડે, છેવટે દરવાજામાંથી પ્રવેશ કરતી પ્રિયતમાને ભેટી પડ્યા,આ જોઇ રુક્મણીજી બળીને બાવટો થઇ ગયા, મારી હાજરીમાં પરસ્ત્રીને આમ ભેટી જ કેવી રીતે શકે? છતાં યે તેઓ મૌન રહ્યા. કનૈયો રાધાને હીંચકામાં બેસાડી, હીંચકા ખાતા ખાતા બંને વાતે વળગ્યા,થોડી વાર બાદ પ્રભુએ રુકમણીજીને કહ્યું “મહેમાનની કંઇ આગતા સ્વાગતા નહીં કરો?”
રુકમણીજીએ દાસીને હુકમ કર્યો “ એકદમ ઉકળતું દૂધ મીશ્રી નાંખીને લાવ” દાસીએ પૂછ્યું “ઉકળતું કેમ, મહારાણી?” અત્યંત આવેશપૂર્વકમહારાણીએ કહ્યું” હું જેમ હુકમ કરું એમ તારે કરવાનું,નાહકના સવાલ –જવાબ નહીં કરવાના, સમજી?”
દાસી દૂધ ગરમ કરી સાણસી તેમજ પોતાની સાડીના છેડાથી વાસણને પકડી રાણી પાસે લાવી, રાણીએ માંડ માંડ વાસણમાંથી દૂધ કટોરામાં રેડી રાધાજી પાસે ધર્યું. વાતોમાં મગ્ન રાધાજી જાણે ઠંડુ પાણી પીતા હોય તેમ દૂધ ગટક ગટક પી ગયા, રુકમણીજી તથા હાજર હતા એ સૌ નવાઇ પામ્યા, પાછા બંને પહેલાની જેમ વાતોમાં મશ્ગુલ થઇ ગયા. પછી રાધાજીએ વિદાય થવા પ્રભુની રજા માંગી,પ્રભુ સ્વયં તેમને વળાવવા ગયા,
રુકમણીજીએ આવતાંવેંત પ્રભુને પૂછયું “આ તમારા મેહમાન તો ભારે અદભુત, અમે જે દૂધ કટોરામાં ઠાલવતા પણ ગભરાતા’તા તે આ બેન તો માટલાના પાણીની જેમ પી ગયા, એને કાંઇ ન થયું મોઢામાં?” પ્રભુએ વાણીથી જવાબ ન આપ્યો, મોઢું ખોલ્યું તો આખા મોંમાં ચાંદા પડેલા સૌએ જોયા.

ગોકુળમાં કોણ હતી રાધા?
ઇસુદાન ગઢવી
27/08/2007//શ્રાવણ સુદ ચૌદશ 2063//સોમવાર

દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણહતી રાધા? તો શું જવાબ દૈશ, માધા?….
તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોયે રાધા રમતી’તી સાત કોઠે. રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ દૈશ, માધા?…

રાધાનાં પગલાંમાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો? રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો, ઇ રાધા ને વાંસળી.આઘાં પડી ગયાં, આવા તે શું પડયાં વાંધા? તો શું જવાબ દૈશ,માધા?…

ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ,કાન ! હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,કાન ! સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દૈશ, માધા?…

ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું એને આઘા.. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા…. કોઇ મને પૂછશો, કોણ હતી રાધા…. કોઇ મને પૂછશો મા,કોણ હતી રાધા…

શનિવાર 25 અગસ્ટ 2007**શ્રાવણ સુદ બારસ 2063

મારી બલ્લા**હરીંદ્ર દવે**ચાંદની તે રાધા રે**સંપાદક—નીતિન વડગામા

એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાંને જાણે મારી બલ્લા. હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા આ તો ગોકુળનું ગમતીલું ગામ, વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો પિછાણું આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
રાધાનું નામ એક સાચું, ઓધાજી બીજું સાચું વ્રૂંદાવનનું ઠામ, મૂળગી એ વાત નહીં માનો કે કોઇ અહીં વારે વારે બદલેના નામ.
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

24 અગસ્ટ 2007, શનિવાર//શ્રાવણ સુદ એકાદશી,2063

હળવે હળવે હળવે હરજી// નરસિંહ મહેતા

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે; લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે; જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે; મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.

ગમતું મળે તો//મકરંદ દવે//નજરું લાગી//સંપા-સુરેશ દલાલ તથા ભાલ મલજી

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ.-
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી? સરી સરી જાય એને સાંચવશે કયાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી. મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.-
આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને. આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને? માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ ! ગમતું મળે તો અલ્યા, ગૂંજે ના ભરીએ ગમતાંનો કરીએ ગુલાલ.

satyamev jayte

આવો,આવો

ઘણે દિવસે દેખાણા તમે,

તમારા ભાઇ શાક લેવા ગયા છે, આવતા જ હશે,

અગરબત્તીની ખુશ્બુ ગમી તમને?

મારા સાસુ સસરાને ફ્રેમમાં મઢાવી(પૂરી) દીધા અમે.

આ ફ્રેમ…એકેક હજારની થઇ,

માબાપ થી વધું શું?

રોજ રોજ ફૂલની માળા ને અગરબત્તી કરવાનો મારો નિયમ,

બોલો, આથી વધું કેટલું કરીએ આપણે એમનું?

હવે તો અગરબત્તી ને ફૂલ પણ મોંઘા થતા જાયછે

થાય શું?

તમારા ભાઇને તો રાજી રાખવા ને!

**************************

જીવતે જીવ એમણે  અમારે આંગણે આવવાની ઇંતેજારી બતાવી

ત્યારે,

ઠંડી બહુ છે, ગરમી પણ અસહ્ય, વરસાદ તો બેસુમાર

ને  અમારે ત્યાં તો પૂર પણ આવે.

(ઋતુ પ્રમાણે  જ તો)

કામવાળી નદારદ, બેબીને બોર્ડની એકઝામ,

મારી, એમની કે બાળકોમાંથી એકાદની  નાદુરસ્ત તબિયત,

બહાનાનાં  અક્ષયપાત્રમાંથી એકાદ આગળ ધરી દીધું

 ને  ટાઢે પાણી એ ખસ ગઇ.

****************************

આ બધી વાત તમારા ભાઇને ભૂલમાં યે ના કરતાં,

અમથા અમથા આંખની પાંપણો ભીની કરે.

પીંપળ પાન ખરંત, હસતી કૂંપળિયા,

અમ વીતી તમ વીતશે ધીરો બાપુડિયા

એવું એવું લવ્યા કરે.

શ્રવણ માબાપને કાવડમાં જાત્રાએ લઇ જાય

સીન તો સિનેમાના પરદા પર શોભે.

મુંબઇની મશીન જેવી જિંદગીમાં ,

અગરબત્તી ને માળાની રસમ  ચૂક્યા વગર અદા કરીએ

તેય શું ઓછું છે?

શબરીએ બોર કદી ચાખ્યાતા ક્યાં?

એણે જીભે તો રાખ્યાતા રામને !

એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,

અંદરથી ચાખ્યાતા રામને.

શબરીએ બોર……..

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા

જરૂર એને વાગ્યા હશે,

લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી

એક એક બોરને લાગ્યા હશે,

આંગળીથી બોર એણે ચૂંટયાતા ક્યાં?

લાલ ટેરવેથી પૂજ્યાતા રામને

શબરીએ બોર…….

રોમ રોમ રાહ જોતીઆંખો બિછાવીને,

કેટલીયે વાર એણે તાકી હશે?

રામરામ રાત દિ કરતાં રટણ,

ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યાતા ક્યાં?

ઠેઠ તળિયેથી ઝંખ્યાતા રામને.

શબરીએ બોર….

 

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછૂંદરોનું છૂ છૂ છૂ

કૂજનમાં શી કક્કાવારી? હું કૂદરતને પૂછુ છું,

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હુ હુ હુ….કબૂતરોનું….

લખપતિઓના લાખ નફામાં સાચુંખોટું કળવું શું?

ટંકટંકની રોટી માટે રંકજનોને રળવું શું?

 હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ! તું પ્રભુ તું….કબૂતરોનું..

સમાનતાનો  સમય થાશે ત્યાં ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણિધરો શાં ફૂ ફૂ ફૂ

થા થા થઇને થોભી જાતાં સમાજ કરશે ઘૂ ઘૂ ઘૂ ….કબૂતરોનું…

 

પરમેશ્વરતો પહેલું પૂછશે કોઇનું સુખદુ:ખ પૂછ્યુંતું?

દર્દભરી દુનિયામાં જઇણે કોઇનું આંસુ લૂછ્યુંતું?

ગેં ગેં ફે ફે કરતાં કહેશો હે હે હે હે ! શું શું શું ….કબૂતરોનું….