અભિમાન આવવા દેશો મા,

ધનપિપાસાનું ધ્યાન મારે ઘેર આવવા દેશો મા….અભિમાન….

ઝૂંપડી સાચને સોને મઢેલી, આંગણ નીતિની નાગરવેલી,

લજવે એવું કોઇ કુલક્ષણ આવવા દેશોમા………… અભિમાન….

 

આસુરી સંપતના ઉત્પાતો, હીણ વિચારોને હલકી વાતો,

પરનિંદા કરી કલહના બીજ વાવવા દેશોમા……….અભિમાન….

મન મનોબળ એટલું માંગે, મીઠું ને રોટલો મીઠો લાગે,

લાલચ લોભની કોઇ કરામત ફાવવા દેશોમા……..અભિમાન….

આ ગીત દેશી નાટક સમાજના નાટકોમાં ગવાતા ગીતોમાંનું એકછે.

13/08/2007, શ્રાવણસુદ એકમ