શનિવાર 25 અગસ્ટ 2007**શ્રાવણ સુદ બારસ 2063

મારી બલ્લા**હરીંદ્ર દવે**ચાંદની તે રાધા રે**સંપાદક—નીતિન વડગામા

એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાંને જાણે મારી બલ્લા. હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા આ તો ગોકુળનું ગમતીલું ગામ, વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો પિછાણું આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
રાધાનું નામ એક સાચું, ઓધાજી બીજું સાચું વ્રૂંદાવનનું ઠામ, મૂળગી એ વાત નહીં માનો કે કોઇ અહીં વારે વારે બદલેના નામ.
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

Advertisements