You are currently browsing Gopal Parekh’s articles.

(5)

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે;

કળીઓને ગલપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે  ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભુલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઈ એના જીવનમાં વસ,

તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી આ શું થયું?

જા, હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,

જ્યારે તને કશુંય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર,

કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’,

આશાના દીપ કોઈ બુઝાવી નહીં શકે.

(6)

કુદરતનું રમ્ય મૌન ઘડીભર મને મળે;

કરવી છે કંઈક વાત તમારી ઝબાનમાંઝબાનમાં.

ઓ દિલના દર્દ, જોઈએ એવી વિચિત્રતા,

ખુદ એમનાથી ભૂલ હો જેના નિદાનમાં.

ઉપરથી જો જુઓ તો હું રઝળું છું ચોતરફ,

જાણેછે કોણ! હું છું હજી મારા સ્થાનમાં.

એનો હિસાબ થાશે ક્યામતના દિવસે,

ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.

ઈઝ્ઝત એ શું કે જેનો સ્થિતિ પર મદાર હો,

દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં.

આગળ જતાં એ ખૂનનાં આંસુ બની ગયાં,

એ ખૂન જે રહી ન શક્યું ખાનદાનમાં.

તોફાન ક્યાં જગતનાં અને ક્યાં અમે ‘મરીઝ’,

દરિયાનું જોર ખાલી થયું છે સુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,

ગઝલો ફક્ત લખાય છે દિલને ઝબાનમાં.

——————————————-

 

 

 

 

Advertisements

BHAJAN

          મરણદુ:ખ અતિ કારમું રે

મરણ દુ:ખ અતિ કારમું રે,

      મરણ મોટેરો માર

કંઈક રાજા ને કંઈક રાજિયા

છોડી ચાલ્યા દરબાર

 તે હરિનો રસ પીજીયે.

સંસાર ધૂવાડાના બાચકાને

સાથે આવે નહીં  કોઈ,

રંગ પતંગ નો ઊડી જાશે ને

રે’શે જોનારા રોઈ… તે હરિનો…

કોના છોરૂ ને કોના વાછરૂ

કોના મા ને બાપ

એમાંથી કોઈ નહીં ઉગરે

જાશે બુઢાને બાળ…તે હરિનો ….

માળી વીણે રૂડાં ફૂલડાં ને

 કળિયું કરે રે પોકાર,

આજનો દા’ડો રળિયામણો

કાલે આપણ શીર ભાર….તે હરિનો…

મરનારાને તમે શું રે રૂવો,

નથી રોનારો રહેનાર

જન્મ્યા એટલા જીવે નહીં  ને

 જાશે એની જણનાર… તે હરિનો….

ધીરો રમે રંગ મહેલમાં,

 રમે દિવસ ને રાત,

અંતે જાવું જીવને એકલું,

 સાથે પુણ્ય ને પાપ…તે હરિનો…

*************************************************************

૩૩

દોહરો

ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બે પરવાહ |

જિશકો કછુ ના ચાહિએ, વહ શાહન કો શાહ ॥

આરત

જીવનથી થાકી ગયા છો અને નકામી વસ્તુઓથી નાનકડી

દુનિયામાં ગોંધાઈ ગયા છો ?

તો જતા રહો વનશ્રીને (નવજીવનને) ખોળે.

ત્યાં ઊભાં છે; વૃક્ષો; તમારી રાહ જોતાં. એ ઈશ્વરનાં છડીદાર છે.

ડાળીએ ડાળીએ ફૂટી રહેલાં વાસંતી ફૂલોનો

આનંદ છલકતો જોવા કહે છે.

ત્યાં રાહ જુએ છે પંખીઓ વનમાં, તમને ગીત સંભળાવવા.

છોડી દો ક્યારેક આ બધું અને નીકળી પડો ડુંગરા ખુંદવા;

જંગલમાં ભટક્વાં અને ઝરણાઓનાં કલરવ સાંભળવા.

સાથે લઈ લો થોડુંક ભાથું, લંબાવી દો ઝાડવાનાં છાંયે

અને કાંઈ જ ન કરવાનો આનંદ માણો.

પછી જ તમને અકલ્પ્ય દિશામાંથી ઉત્તમ વિચારો આવશે.

આંખમાં સુંદર સપનાંઓ સળવળશે.

ભારેખમ પ્રશ્નો આપોઆપ અદ્રશ્ય થઈ જશે.

ચાલો દોડો નવજીવન તરફ – જંગલ તરફ !

ત્યાં તમને મળશે પારદર્શક મન અને

મળશે શાંતિથી સભર – સભર આત્મા.

  • ફિલ બોસ્મન્સ

અંદર ઝાંકો, શોધો અને પામો

દરેક જીવને સમસ્ત સમજતી પાર જે શાંતિ રહેલી છે તેની ખોજ કરવા માટે, આ દુનિયામાંથી પોતાની જાતને અવારનવાર પાછી ખેંચી લેવાની જરૂર પડે છે. દરેક જણને સ્થિર થવાની જરૂર હોય છે. અને એ શાંતિ અને નીરવતામાં જ સાંપડી શકે. એકવાર અંદરની આ સ્થિરતા ર્દઢ થાય પછી તમે ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, બહારની ગૂંચવણો અને અંધાધૂંધી તમને કશી અસર કરી શકશે નહિ. તમને નીરવ થઈને બેસવું ગમે છે કે એ નીરવતામાં તમે બેચેન બની જાઓ છો ? તમે શાંત એકાંતમાં આવી પડો તો શું સળવળવા માંડો છો અને તમારી આસપાસ ચારે બાજુ અવાજ અને ક્રિયાઓ ઝંખો છો ? તમને શું હંમેશા કંઈને કંઈ કરતા રહેવાનું ગમે છે અને તમારાં શરીરતથા મનને શાંત – સ્થિર કરવાનું ખૂબ મુશ્કેલ લાગે છે ? દુનિયામાં લાખો-કરોડો જીવો એવા છે કે જેઓ આ નિરવ શાંતિ સહી શકતા નથી. તેમને પોતાની આસપાસ સતત કંઈક ક્રિયા, કંઈક અવાજ જોઈતા હોય છે. પણ હું તમને કહું છું કે અશાંતિ અને ઉકળાટથી ભરેલા આ જગતમાં શાંતિ અને નીરવાની ઘડીઓ બહુ મૂલ્યવાન છે, એને શોધો, એને શોધો, એને પામો, એમાં રહો.

 

કેવળ દવાથી અમારો રોગ નહીં મટે,

સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં.

-‘મરીઝ’

 

પ્રેરક પ્રસંગ

અબ્રાહમ લિંકન.

અમેરિકાનો પ્રમુખ.

એક હોટલમાં ચા પીવા ગયેલો. એ વખતે એ અમેરિકાનો પ્રમુખ બન્યો નહોતો.

હોટલમાં એક હબસી નોકર. તેણે આ ગોરાની સરસ ખાતરબરદાસ્ત કરી. બહાર

નીકળતાં લિંકને તેને બક્ષિસ આપે. માથા પરથી હેટ ઉતારી તેનો આભાર માન્યો.

પેલો હબસી તો ખુશ ખુશ થઈ ગયો. તેણે તરત જ કહ્યું : “સાહેબ, તમે કોઈ મહાન માણસ લાગો છો.” લિંકને જવાબ આપ્યો : “અરે, હું તો સાવ સામન્ય માણસ છું.”

“તો તમે મહાન થશો જ.”

“અરે વાહ ! તેં મારું ભવિષ્ય શી રીતે ભાખ્યું ?”

“સાહેબ, આ હોટલમાં હું અઢાર વર્ષથી નોકરી કરું છું. દરેકને સરસ સેવા આપું છું…. પણ બદલામાં ‘નીગર’, ‘કાળિયા’, ‘બગર’, ‘ઢેમ’ જેવા શબ્દો જ સાંભળવા મળ્યા છે. આજે તમે પહેલા છો, જેમણે મારી સાથે સારી રીતે વાત કરી હોય અને આભાર માન્યો હોય… !”

એમ કહીને વૃદ્ધ હબસી મહાન લિંકનને લળીલળીને નમી રહ્યો.

 

 

પમરાટ

માફ કરજો, હું માંસાહાર નહીં કરી શકું,

મારું પેટ એ પશુ-પંખીઓનું કબ્રસ્તાન નથી.

-જર્યોજ બર્નાર્ડ શૉ

પથ્ય

આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉકટર હોવાનું ફરજિયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે. જેમાં એમની મેડીકલ સમજણુનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાંખરા ડૉકટરો દર્દીઓને દવા આપે છે – આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાંક ડૉક્ટરો દર્દીને બદલે દવા બનાવનારી કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલિક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવાફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે. હૃદયરોગ મફતમાં નથી મળતો, એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે છે. હૃદયરોગ એટલે અપમાનીત હૃદયનો હાહાકાર ! રોગ એટલે જીવનલય તૂટે તેની શરીરે ખાધેલી ચાડી.

 

હાસ્યોપચાર

દાક્તર : “તમારા પગે હજી સોજા  છે, પણ મને એમાં ચિંતા કરવા જેવું લાગતું નથી.”

દરદી : “સાહેબ, આપને પગે સોજા હોય તો મને પણ એમાં ચિંતા કરવા જેવું લાગે નહીં.”

જિંદગી એક એવી ઇસ્પતાલ છે કે જેમાં દરેક દર્દી

પોતાનો ખાટલો બદલવા તલપાપડ રહે છે.

-ઓસ્કર વાઇલ્ડ

 

૩૪

દોહરો

શબદ ઐસા બોલિયે, મનકા આપા ખોય |

ઔરન કો શીતલ કરે, આપ હું શીતલ હોય ॥

આરત

અમારી પાસે સોનુંરૂપું ને ઝવેરાત હોય,

અમારો રથ સફળતાને માર્ગે રોજેરોજ આગળ જતો હોય

તેનો અર્થ એમ કરવો કે તારી અમારા પર કૃપા છે,

તે કાંઈ પૂરતું નથી. સંસારના વ્યવહારમાં રહીને જો મન સ્વચ્છ,

સરળ, નિષ્કપટ રહે તો તે પણ તારી કૃપા છે.

કઠિનાઈઓમાં હૃદય આર્દ્ર રહે તે પણ તારી કૃપા છે.

નિ:સ્વાર્થપણે કોઈ સત્કૃત્ય કરવાની તક મળે, તે પણ તારી કૃપા છે.

મનમાં ઊંચા વિચારો ઊગે, મૂંગા પ્રાણીઓ અને મૂક વનસ્પતિ સૃષ્ટિ

માટે હૃદયમાં સહજ કરુણાભાવ, પ્રેમભાવ રહે તે તારી કૃપા છે.

રસ્તે જતાં કોઈના તરફથી માયાળુ સ્મિત મળે, ખભા પર એક

મૃદુ આશ્વાસનભર્યો સ્પર્શ મળે, અમારી વાતને ધ્યાનથી,

સમજણથી સાંભળતા કર્ણ મળે, અમને ઉદાર વિશ્વાસુ

સૂક્ષ્મ દ્રષ્ટિવાળું મન મળે તે પણ તારી કૃપા છે.

શાંત ચિત્તે અમે તારી પ્રાર્થના કરીએ ત્યારે અમારા હૃદયનાં

નાનાં નાનાં શલ્યો, ભાર ને ચિંતા તું ઊંચકી લે છે,

એ તારી કેવડી મોટી કૃપા છે, પરમપિતા !

(‘પરમ સમીપે’ માંથી)

રોગ વખતનું ચિંતન

એક અનુભવી સંતની ઈશ્વરનિષ્ઠા રોગી અવસ્થામાં વધુ તીવ્ર બની જતી હતી. એ પોતાની બોલચાલની ભાષામાં કહી ઊઠતા : “મારા ભાઈ, ભાંગેલ તૂટેલ મકાનમાં સૂર્યનો પ્રકાશ વધુ ફેલાય છે.” આપણો બધાનો એ જ તો અનુભવ છે કે રોગની અવસ્થામાં, દુ:ખની સ્થિતિમાં ઈશ્વર વધુ યાદ આવે છે.

રોગ શા માટે આવે છે ? રોગ આવે છે તમને દેહ સાથેના  તાદાત્મ્યભાવથી મુક્તિની ઝલક આપવા માટે. ખુદ પ્રિયતમ ઈશ્વર જ દેહજનિત સુખની દાસતાનો અંત કરવા માટે રોગ બનીને આવે છે. આથી આધ્યાત્મિક દ્રષ્ટિએ રોગનો સમય કૃપાવર્ષાનો સમય છે. રોગથી ડર ન રાખો, એનું પ્રેમપૂર્વક સ્વાગત કરવાની મનોસ્થિતિ બનાવો. જેટલો ભોગનો રાગ તમારા અંત:કરણમાં હશે તેનો અંત કરી રોગ આપમેળે વિદાય લેશે. યાદ રાખો : ‘યે દિન ભી ચલે જાયેંગે,’ ખરેખર તો આપણે વિસ્મૃતિ થઈ ગઈ હોય છે કે દેહ વિ. પ્રાપ્ત વસ્તુઓ વિશ્વરૂપી ભગવાનની પૂજા માટેની સેવા સામગ્રી છે. એ યાદ અપાવવા રોગ આવે છે.

હા ! વ્યાવહારિક દ્રષ્ટિએ એટલું ખરું કે શરીરની ચિકિત્સા યથોચિત અને યથાશક્તિ જરૂર કરવી. પરંતુ એટલું જરૂર યાદ રાખવું કે ‘હું શરીર નથી’ તેમજ ‘શરીર મારું નથી’ પરંતુ એ પ્યારા પ્રભુની થાપણ છે.

ચિકિત્સા ચાલતી હોય તે દરમ્યાન પણ ધારો કે ધાર્યાં પરિણામ ન દેખાય, સુધારો ન જણાય તો ખોટી ચિંતામાં મનને ડૂબી જવા ન દેવું. કારણકે એક બિમાર માટે નિશ્ર્ચિંતતા અને નિર્ભયતા મહાન વરદાન સાબિત થાય છે. રોગાવસ્થામાં શાંત તથા પ્રસન્ન રહેવું બહુ જરૂરી છે. વૈજ્ઞાનિક રીતે આનાથી પ્રાણશક્તિ પ્રબળ થતાં રોગ સ્વત: નાશ પામે છે. કોઈપણ સંજોગોમાં ચિંતા કરવાનું કારણ એટલે નથી કે ઋણાનુબંધ હશે ત્યાં સુધી શરીર તો રહેવાનું જ. માંદગીમાં ઈશ્વર શરણ મહાન અવલંબન છે. આખરે તો દોર એમના હાથમાં છે. અને એ પરમ દયાવાન છે. પરમપિતા – માતા છે.

  • નલિન ઉપાધ્યાય

 

પ્રેરક પ્રસંગ

જનરલ કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેને તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું. ડોસાએ પૂછ્યું, ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે ? કુમારપ્પા ગુસ્સે થયા : ‘તેનું તારે શુંકામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.’ ડોસો બોલ્યો, ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.’ કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો ? જા, મારા કહ્યા મુજબ કર.’ આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા આવી કહ્યું, ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે.’

કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પૂછ્યું ‘બોલો સાહેબ, શું કામ છે ? મને જ લોકો ગાંધી કહે છે.’

 

પ્રેરણા

જીવનનો સાચો આનંદ આ છે –

પોતાના ભવ્ય માનેલા કોઈ ઉદ્દેશને ખાતર ખપી જવું.

ઉકરડા પર ફેંકાઈ જતાં પહેલાં સપૂંર્ણપણે ઘસાઈ જવું.

’દુનિયા મને સુખી કરવામાં લાગી પડતી નથી’ –

એવા રોદણાં રડતા સ્વાર્થીલા, દબાયેલા ઢેફાંને બદલે

કુદરતની એક શક્તિ બનવું.

  • જ્યોર્જ બનાર્ડ શૉ

 

પમરાટ

થોડું ખાઇએ તો સુખ ઉપજે,

વધુ ડૉક્ટર લઇ જાય.

પથ્ય

માણસે જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને ક્યારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગ્નના રીસેપ્શન વખતે પાંચ-સાત જાતની મીઠાઈઓ હોય છે અને તળેલી વાનગીઓની ભીડ હોય છે. પંજાબી વાનગીઓની ફેશન ગુજરાતીઓમાં શરૂ થઈ છે. બુફેના ટેબલ પર કેલરીના રાફડા, બીજા દિવસે પેટ બગડે છે. ફાડાની લાપસી આઉટ ઑફ ફેશન ગણાય છે. માણસ જો ખાવાનું અડધું કરી નાખે અને ચાલવાનું બમણું કરી નાખે તો મેડીકલ સ્ટોરની ઘરાકી ઘટી જાય. સેમ્યુઅલ બટલર જીવતો થઈને સામો મળે તો દર્દીને જરૂર પૂછે : ‘વારંવાર ડૉક્ટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી ?’ માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય ? એ તો સ્વયં સંચાલિત યંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે. અને પરમ ચેતનાનું મંગલ મંદિર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધાર્મિક બાબત ગણાય, કારણકે શરીરને આપણે ત્યાં ધર્મસાધનમ ગણ્યું છે.

  • ગુણવંત શાહ

હાસ્યોપચાર

એંશી વરસના દાદીમાનો પગ ભાંગી જતાં ડૉક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઊતરવાની સખત મનાઈ કરી. બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોતાં માજીને સાવ રૂઝ આવી ગયેલી માલુમ પડી. એટલે ડૉક્ટરે માજીને દાદરો ઊતરવાની છૂટ આપી. “હા….શ…ભઈલા !” માજી બોલ્યાં, “ભગવાન તારું ભલું કરશે. નળનો પાઈપ પકડીને દીવાલ પરથી ચડ-ઊતર કરીને હવે તો હું ભારે કંટાળી ગયેલી.”

ખુશી જૈસા ખુરાક નહીં,

ચિંતા જૈસા રોગ નહીં !

 

૩૫

દોહરો

સાંઈ ઈતના દીજિએ, જા મેં કુટુંબ સમાય |

મૈં ભી ભૂખા ના રહૂં, સાધુ ન ભૂખ્યો જાય ॥

આરત

હે પરમાત્મન ! તને મારું એક એવું નમન હો કે જે નમનમાં બધી જ ઈંદ્રિયો તારા તરફ અભિમુખ બની વિસ્તરી રહો; અને તારા ચરણ-સ્પર્શમાં દુનિયાનો સ્પર્શ પામો !

જેવી રીતે જળભર્યા આષાઢી વાદળ નીચાં નમે તેમ મારું સમગ્ર અંત: કરણ તારા દ્વારે એક પ્રણિપાતમાં નીચે લળી લળી રહો !

મારાં બધાં જ ગીતોના વિવિધ સ્વરો એક અખંડ પ્રવાહમાં ભળીને, તારા મહાન મૌનસાગરને ચરણે, એક નમનરૂપે વહો !

પોતાના ઘેર પાછા વળવાને માટે ઉત્સુક થયેલા હંસોનાં ટોળાં, જેમ રાત અને દિવસ જોયા વિના, પોતાની ડુંગરમાળા તરફ ઊડે છે, તેમ મારું સમગ્ર જીવન, પોતાના શાશ્ર્વત શાંતિના ધામ તરફ જવા માટે, તને થતા આ એક પ્રણિપાતમાં જાણે, પોતાનું યાત્રાપ્રયાણ આદરો !

 

ધ્યેયની સ્પષ્ટતા

આપણે કાંઈને કાંઈ પુરુષાર્થ તો રોજ કરતા જ રહીએ છીએ. એ પુરુષાર્થ જીવનના યોગક્ષેમ માટે હોય, શરીરના સ્વાસ્થ્ય માટે હોય કે આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે હોય, એની સફળતાની આધારશિલા છે – ધ્યેયની સ્પષ્ટતા.

ધ્યેય સ્પષ્ટ થવું એટલા માત્રથી કાર્ય પૂરું થતું નથી. તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. વીસમી સદીની વિરલ પ્રતિભા તરીકે ઓળખાયેલ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈંસ્ટાઈને જીવનમાં સફળતા મેળવવા માટેના સાત પગલાં બયાવ્યાં છે. પહેલું  પગલું સ્વપ્ન – જેને આપણે ધ્યેય કહીએ. બીજું, ધ્યેય સિદ્ધિ માટેનો સંકલ્પ. ત્રીજું પગલું સંકલ્પને પાર પાડવા માટેનું આયોજન, અને તે પછીના ચારેય પગલાં માટે આઈંસ્ટાઈન એકી અવાજે કહે છે : પુરુષાર્થ, પુરુષાર્થ, પુરુષાર્થ, પુરુષાર્થ. પુરુષાર્થનું આવું સાતત્ય સરળ તો નથી. તેમાં વિઘ્નો આવે તો પણ એનાથી ચળવું નહીં. નક્કી કરેલા ધ્યેયનો કોઈ વિકલ્પ ન સ્વીકારવો. ધ્યેય પ્રાપ્તિની તીવ્રતા એ વિઘ્નોને ઓળંગી જવાનું બળ આપે છે.

સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે નીકળ્યાને વચ્ચે બીજાં પ્રલોભનો આવ્યાં તો ખેંચાઈ ગયા. ગામ જવા નીકળ્યા પણ થોડું ચાલીને બીજી દિશામાં જવાનું વિચાર્યું એટલે વિઘ્ન શરૂ. તેથી ધ્યેયની સ્પષ્ટતાની જેમ નિશ્ચલતા પણ એટલી જ જરૂરી છે. એમાં ચંચળતા ન ચાલે. નિર્ણય લેતાં પહેલાં ‘આ કે તે’ વિકલ્પ ભલે શોધ્યા કરીએ – એ ચાલે, પણ પછી  નહીં.

નિર્ણય પછી તબક્કો આવે છે ગતિનો. ગતિ જ પ્રગતિનું રૂપ લે છે અને ધાર્યા ગામ અને ઠામ પહોંચાડે છે. હા, એટલું યાદ રાખીએ કે માત્ર ચાલવાથી ગામ નથી પહોંચાતું પણ જે ગામ જવું છે તે ગામની દિશામાં ચાલવાથી તે ગામ પહોંચાય છે – જરૂર પહોંચાય છે. ધ્યેયની સ્પષ્ટતા જ ગતિને સાર્થક કરે છે.

 

(‘પાઠશાળા ગ્રંથ’ના લેખને આધારે)

ખોટું કામ કરવાનો કોઈ સાચો રસ્તો નથી.

 

 

 

પ્રેરક પ્રસંગ

ઈરાનના સૂફી સંત જલાલુદ્દીન રૂમી પોતાના શિષ્યો સાથે મુસાફરીએ હતા. ત્યાં રસ્તામાં એક ખેતરમાં પચાસેક ફૂટ ઊંડા ચાર ખાડા ખાદેલા જોયા, અને ખેડૂત પાંચમો ખાડો ખોદી રહ્યો હતો. શિષ્યોએ સાશ્ર્ચર્ય  આનું રહસ્ય પૂછતાં સંત બોલ્યા : ‘આ માણાસ ખેતર માટે પાણી મેળવવા આ ખાડા ખોદી રહ્યો હતો. શિષ્યોએ સાશ્ર્ચર્ય આનું રહસ્ય પૂછતાં સંત બોલ્યા : ‘આ માણસ ખેતર માટે પાણી મેળવવા આ ખાડા ખોદી રહ્યો છે, ને પાણી ન નીકળતાં ઉપરા ઉપર બીજા ખાડા ખોદ્યે જાય છે. પણ આના કરતાં પોતાનો શ્રમ ફક્ત સો-દોઢસો ફૂટનો એક જ ખાડો ખોદવા પાછળ ખર્ચ્યો હોત તો જરૂર પાણી મળત, અને આમ ખાડા ખોદીને તેનું ખેતર બગડત નહીં. વારંવાર પોતાની શ્રદ્ધા અને પોતાનું લક્ષ બદલનારના જીવનરૂપી ખેતરની આવી જ દુર્દશા થાય છે.

 

પ્રેરણા

આપણે શું માનવું ? આપણી પ્રશંસા કે આપણી નિંદા ? બન્ને ખોટી હોઈ શકે. ત્યારે આપણો ઇન્સાફ આપણે જ કરીએ ? એમાં પણ ઘણી ભૂલો જોવામાં આવે છે. આપણે કેવા છીએ એ તો એક ઇશ્વર જ જાણે છે, પણ તે તો આપણને કહેતો નથી. એટલે સારૂં તો એ છે કે આપણે આપણા વિશે કંઈ જાણીએ નહીં, માનીએ નહીં. જેવા છીએ તેવા છીએ. જાણવાથી ને માનવાથી આપણને કશો લાભ નથી થતો. ખરી મુદ્દાની વાત આપણું ધર્મપાલન છે.

  • મહાત્મા ગાંધી

 

 

પમરાટ

માણસ જે પ્રમાણમાં બીજી વસ્તુઓ

વિના ચલાવી શકે, તેટલા જ પ્રમાણમાં

તે સાચો તવંગર ગણાય !

-હેંની ડેવિડ થોરો

 

પથ્ય

દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે :

1) તંદુરસ્તી

2) દીર્ઘાયુ

3) ચિરયૌવન

આ મેળવવા માટે તંદુરસ્તી માટેના કુદરતી નિયમોને જાણવા જોઈએ, સમજવા જોઈએ તથા એ નિયમોનો અમલ કરવો જોઈએ. આ નિયમો છે :

  1. મનને સંતુલિત રાખવું.
  2. સાત્વિક અને આવશ્યકતાથી એક કોળિયો ઊણો ખોરાક.
  3. નિયમિત શ્રમ કે વ્યાયામ.

આ કુદરતી જીવન છે અને એ જ આરોગ્યનો સાચો રાજમાર્ગ છે.

 

 

હાસ્યોપચાર

બડેમિયાં જાફર થોડા વખતથી કામ પર નહોતા જઈ શક્તા. કારણકે એમને લાગુ પડેલી એક બિમારીનો ઈલાજ ગામના દાક્તર કરી શક્તા નહોતા. એ રોગના મોટા નિષ્ણાંત શહેરમાં હતા. તેમને બીબીએ તેડાવ્યા. ‘વિઝીટ’ પતાવીને તબીબ વિદાય થયા ત્યારે જાફરે બીબીને પૂછ્યું, “જ્યારે તેં એમને કીધું કે અત્યારે આપણી પાસે વિઝીટ ફીના પૈસા નથી, ત્યારે એણે થોડો વખત ખમવાની હા પાડીને ?”

“અરે, હા રે હા!” બીબીએ જવાબ દીધો, “એ તો બિચારા કહે કે તમારા વિમાની રકમ મને મળે ત્યારે હું ફી ચૂકવું તોયે ચાલશે.”

ઔષધિ ભલે બીજા આપે

ખરલ તમારી રાખજો, ઘૂંટજો તમે જ.

 

 

 

 

એરણ અજબ બનાયા

 એરણ અજબ બનાયા, મેરા-સતગુરુ !

             એરણ અજબ બનાયા.

આગ મિલા કર એરણ થાપી,

    ઘડીઆ તાર મિલાયા રે જી,

નુરત સુરત કી નળિયું મિલા કે

         ઉલટા પવન ચલાયા – મેરા સતગુરુ0

હરદમ હથોડા સુરતાની સાણસી,

    શી કલ અકલ મિલા રે જી,

કબુધી કાંટે કેરા લકડા જલાએ હે

         આતમકું ખૂબ તાયા.— મેરા સતગુરુ0

સત કેરા સાયબ પ્રેમરસ પાયા,

         તે મારી તલપ બુઝાયા  રે જી,

મમતા મારી ભલા વશ કીયા

    આતમકું સુખ આયા.—મેરે સતગુરુ0

નાભિકમલ પર નાવ ચલત હૈ,

    તિકોટિ ધ્યાન લગાયા રે જી,

મછંદર પ્રતાપે ગોરખ બોલ્યા

    અમ્મર આરા થપાયા.–

             મેરા સતગુરુમ એરણ અજબ બનાયા.

*************************************************************

 

એરણ અજબ બનાયા

 એરણ અજબ બનાયા, મેરા-સતગુરુ !

             એરણ અજબ બનાયા.

આગ મિલા કર એરણ થાપી,

    ઘડીઆ તાર મિલાયા રે જી,

નુરત સુરત કી નળિયું મિલા કે

         ઉલટા પવન ચલાયા – મેરા સતગુરુ0

હરદમ હથોડા સુરતાની સાણસી,

    શી કલ અકલ મિલા રે જી,

કબુધી કાંટે કેરા લકડા જલાએ હે

         આતમકું ખૂબ તાયા.— મેરા સતગુરુ0

સત કેરા સાયબ પ્રેમરસ પાયા,

         તે મારી તલપ બુઝાયા  રે જી,

મમતા મારી ભલા વશ કીયા

    આતમકું સુખ આયા.—મેરે સતગુરુ0

નાભિકમલ પર નાવ ચલત હૈ,

    તિકોટિ ધ્યાન લગાયા રે જી,

મછંદર પ્રતાપે ગોરખ બોલ્યા

    અમ્મર આરા થપાયા.–

             મેરા સતગુરુ એરણ અજબ બનાયા.

*************************************************************

મજહબ હમેં શિખાતા આપસમેં પ્યાર કરના /ડૉ.મહેબૂબ દેશાઇ//(યજ્ઞ પ્રકાશન-વડોદરા)

 

પાના: 7 થી 9

‘ તેરે નામ કા ફૂલ જગમેં ખીલે’

     ‘ સત્ય એ જ ઈશ્વર’ ને જીવનમંત્ર તરીકે સ્વીકારનારા ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી  24 એપ્રિલ 1893ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા, ત્યારે પણ તેમની ધર્મની વિભાવના સંપ્રદાયો સુધી સીમિત નહોતી. તેમણે બેરિસ્ટરના અભ્યાસકાળ દરમિયાન મહાભારત, બાઈબલ અને કુરાનનું અધ્યયન કર્યું હતું  ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં એક વર્ષના કરાર પર ગયા હતા. એ કરાર મુજબ જવા-આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી પેટે 105 પાઉંડ નક્કી  થયા હતા.

     દક્ષિણ આફ્રિકામાં 1893 થી 1896 સુધીના તેમના રોકાણ પછી તેઓ 5 જૂન 1896ના રોજ ડર્બનથી આગબોટ ‘પોન્ગોલા’ માં ભારત આવવા નીકળ્યા હતા. આ સમય દરમિયાન હજુ તેમને ‘મહાત્મા’નું. બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને ‘ભાઈ’ના સંબોધનથી બોલાવતા હતા. છતાં સેવાકીય કાર્યોની તેમની સુવાસ દક્ષિણ આફ્રિકામાં પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં વિદાય સમારંભો યોજાયા હતા. આવો જ એક વિદાય સમારંભ 4 જૂન 1896ના રોજ દક્ષિણ આફ્રિકાના હિન્દી કૉંગ્રેસભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં તેમને આપવામાં આવેલ માનપત્ર દક્ષિણ આફ્રિકાની પ્રજાની ધાર્મિક ભાવના, ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ, દક્ષિણ આફ્રિકા કૉંગ્રેસનું કાર્ય અને ગાંધીજીને પરત આવવાની અરજ અસરકારક શૈલીમાં રજૂ કરે છે.

      જૂન 1896ના આ માનપત્ર નીચે ‘ઉસ્માન’નામ લખ્યું છેમાનપત્ર મનસ્વી શૈલી(ઉર્દૂ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર) માં લખાયું છે. માનપત્રની ભાષા હિન્દી—ઉર્દૂ મિશ્રિત છે. તેમાં ગાંધીજીને અપાયેલ આ માનપત્ર આજે પણ માણવા જેવું છે.

     “કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ

      કે હૈ દો જહાં કા ગફ્ફૂર રહીમ

      કિયા જિસને પૈદા જમીં આન પર

     જો ચાહે કરે પલ મેં મુખ્તાર હૈ

     સભી કારોબાર ઉસકે અખત્યાર હૈ

હબીબ ઉનકે અવલ મોહંમદ રસુલ

સભુને કિયા દિન ઉસકા કબુલ

ક્યામત મે6 હર જન મુનાદીકરે

સદાકત કા તાજ તેરે સરપે ધરે

 કુરાનમેં લિખા હકને ખૈરુલ અનામ

નબુવત ખતમ ઔર દુરુદો સલામ

 સુની હિંદીઓં કી ખુદાને દુઆ

દુઆ સે ગાંધી કા આના હુઆ

ઉજાલા ખુદાને ફિર ઐસા કિયા

યે બહાદુર અસર હિંદીઓકુ હુઆ

ખુદાને કિયા હમ પર લુતફો કરમ

 મોહનદાસ ગાંધી કા દિલ હૈ નરમ

નિગેહબાન તેરા ખુદાવિંદ કરીમ

કે હે પાદ્શા  દો જહાં કા અકીમ

નસારુ ક યે મુલક નાતાલ હિ

અવલ કાયદા યાકા બે તાલ હૈ

વો હિંદી કી કરતે ન દરકાર હૈ

અકલમંદ ઐસી યે સરકાર હૈ

 મોહનદાસ દિલસે નસાર યે કિયા

ફ્રેન્ચયાસ કા કામ અવલ કિયા

ફતેહ સારે કામોંમેં તુમકો મિલે

તેરે નામ કા ફૂલ જગમેં ખીલે

 ન દુશ્મન સે બિલકુલ વો દિલમેં ડરે

લગા કાયદા વો બરાબર લડે

ઔરોંસે ઉસ કો હુઆ ફાયદા

 નસારુ કા તોડા હૈ જુલ્મો જહાં

સફાઈ સે ફિર કૉંગ્રેસ ખડી

 હૈ તેરે હી દમ સે આગે પડી

યે કૉંગ્રેસ સે હોને સે ચર્ચા ચલી

નસારોમેં તો પડ ગઈ ખલબલી

આયા હૈ તાર ભાઈ કા જાના હૈ ઘર

પડી હિંદીઓં કે દિલમેં ફિકર

મગર જાના તો જલ્દી આના યહાં

 નહીં તો હિન્દીઓં કા ઠીકાના કહાં?

હિન્દીઓંકી ખાતિર જો મહેનત કરે

તરક્કી ઉમર ઉસકી માલિક કરે

યે કૉંગ્રેસ દુઆ તેરે હક મેં કરે

તેરે ભાઈઓં ભી ઈસમેં શામીલ રહે

કુટુમ્બ ઔર કબીલે મેં ન તુમ રહો

ખુશી સાથ જલ્દી યહાં ફિરો

ખતમ યહાંસે કરતા હું મૈં મસ્નવી

યે મીમ્બેર દુઆ ચાહતે હૈં મિલે સભી

     ગાંધીજીના આ અને આવા 156 માનપત્રોનું અદ્ ભુત પ્રદર્શન ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર, ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં 11,12 સપ્ટેમ્બર 2009ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદના સૌજન્યથી યોજાયુ6 હતું. ગાંધીજીને જાણવામાં, પામવામાં આવા દસ્વ્તાવેજી પુરાવા નોંધપાત્ર પ્રદાન કરે છે. અને એટલે જ આવાં પ્રદર્શનો ઠેર ઠેર યોજવાં જોઈએ.

***************************************************

 

MUB.SAMACHAR 31OCT

દીકરાએ સાકાર કર્યું માતાનું સપનું/કલ્પના મહેતા

‘પુરુષ ’પૂર્તિ(કવર સ્ટોરી)મુંબઈ સમાચાર, 31 ઓક્ટોબર,2017

જીવનમાં સેવેલા સપનાં, ઈચ્છા-અરમાનો હંમેશા પૂરા જ થાય એ કંઈ જરૂરી નથી હોતું. નક્કી કરેલી દિશામાં આગળ વધવાનો સંકલ્પ કરીને શરૂઆત કરી શકાય, પણ દિશા ક્યારે ફંટાઈ જાય એ કહી શકાય નહીં. ઘણા માતા-પિતાના જીવનમાં બનતું હોય છે કે તેમણે સેવેલા સમણાં કે તેમના અરમાનોની ઈચ્છાપૂર્તિ તેમના સંતાનો કરે. કલકત્તા નજીક આવેલા હાંસપુકુર ગામના નિવાસી અજૉય મિસ્ત્રીએ પિતાના અકાળે અવસાનને પગલે માએ કરેલા નિશ્ચયનું હકીકતમાં રૂપાંતર કરીને માનવસેવાનું કાર્ય તો કર્યું જ છે, પણ સાથે આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો કેટલો ઉજ્જવળ છે એનું એક વધુ ઉદાહરણ પૂરું પાડયું છે. યોગ્ય સારવારના અભાવે પતિના મૃત્યુ બાદ સુહાસિની મિસ્ત્રીએ હૉસ્પિટલ બાંધવાનું મનોમન નક્કી કર્યું હતું અને દીકરાએ સંઘર્ષ કરીને માની ઈચ્છા પૂરી કરી.

કેટલાક લોકોના જીવનમાં સંઘર્ષ બાળપણથી જ લખાયેલો હોય છે. જે ઉંમર રમકડાં સાથે રમવાની હોય એ વયે સંઘર્ષ સાથે ખેલ ખેલવા પડે એવી પરિસ્થિતિ પેદા થતી હોય છે. અજોય મિસ્ત્રીના જીવનમાં જાણે એવા જ લેખ લખાયા હતા. એમની ઉંમર માત્ર ચાર વર્ષની હતી ત્યારે યોગ્ય તબીબી સારવારના અભાવે શાકભાજીના વેચાણનું કામ કરતા તેમના પિતાનું 35 વર્ષની ઉંમરે 1971માં અવસાન થયું. એ સમયે બાળક અજોયની માતા સુહાસિનીની વય હતી માત્ર 23વર્ષ. ભર જુવાનીમાં જીવનસાથી ગુમાવી દેવાનું દુ:ખ તો જેણે ભોગવ્યું હોય એ જ જાણે. કહે છે ને કે દુ:ખ આવે છે ત્યારે ઘણી વખત સાથે ફોજ લઈને આવતું હોય છે. પતિ ગુમાવવાની પીડા જાણે ઓછી હોય એમ કારમી ગરીબીમાં જીવતી મહિલાએ પતિના અવસાનના એક જ મહિનામાં ચાર બાળકો સાથે ઘર છોડીને બહાર નીકળવું પડ્યું.

જોકે, દૃઢ મનોબળ ધરાવતા સુહાસિની આ આંચકા પચાવી શક્યા અને રોદણા રડતા રહેવાને બદલે તેમણે એક નિશ્ચય કર્યો, એક સંકલ્પ કર્યો. તેમણે નક્કી કર્યું કે એ જ ગામમાં પોતે એક હૉસ્પિટલ ઊભી કરશે જેથી કેવળ સારવારના જ અભાવે કોઈ પણ ગરીબ દરદીનું અવસાન ન થાય. વિચાર તો સારો હતો, પણ ઘણી વખત નિર્ણય કરવોઆસાન હોય છે, પણ એને અમલમાં મૂકવો અત્યંત કપરું કામ હોય છે. આવે વખતે લોકોને જોણું થતું હોય છે અને એટલે ગામવાસીઓ આ મહિલાની ઠેકડી ઉડાડવા લાગ્યા. એનું કારણ હતું  સુહાસિની ગરીબ અને અભણ હતાં.’શાકભાજી વેચવાની શરૂઆત કરી ત્યારે જે મહિલાને પૈસા ગણતા પણ નહોતું આવડતું અને જે પોતાનું વેરવિખેર થઈ ગયેલું ઘર પણ ન બાંધી શકી હોય એ સ્ત્રી હૉસ્પિટલ કઈ રીતે બાંધી શકે?’ જેવી વાતો ગામવાસીઓમાં કાનોકાન થઈ રહી હતી. જોકે, આ બધી વાતો સામે સુહાસિનીએ આંખ આડા કાન કર્યા, બહુ દરકાર ન કરી. દૃઢ મનોબળ ધરાવતી વ્યક્તિઓમાં આવો ગુણ હોય છે. લોકો શું કહે છે એના કરતાં પોતાને શું કરવાનું છે એના પર એ વ્યક્તિ વધુ ધ્યાન આપતી હોય છે. સુહાસિનીએ ગામવાસીઓને ખોટા સાબિત કરવાનો મક્કમ નિર્ધાર કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું નક્કી કર્યું. ઈમારત બાંધવી હોય તો પહેલા ઈંટ ભેગી કરવી પડે. એટલે કે નાના પાયે શરૂઆત કરવી પડે. સુહાસિનીએ ગરીબો માટે પોતાના ઘરમાંજ એક દવાખાનું શરૂ કર્યું. વાત આટલેથી પૂરી નહોતી થતી. દવાખાનામાં ડૉક્ટર તો હોવો જોઈએ ને. પ્રયત્નો પછી તેઓ એક ડૉક્ટરને દર અઠવાડિયે એક વાર પોતાને ગામ આવીને સારવાર કરવા સમજાવી શક્યા. એ ડૉક્ટર ક્વૉલિફાઈડ હોવાની સાથે દરદીની સારવારમાં પારંગત પણ હોવાને કારણે ગામના ઘણાં દરદીઓને લાભ મળ્યો અને સારવારને પગલે માંદગીમાંથી તેઓ બેઠા થઈ શક્યા. ધીમે ધીમે આ દવાખાનાની શાખ વધવા લાગી એટલે સુહાસિનીએ હૉસ્પિટલ બાંધવાના સમણાને આકાર આપવાનું નક્કી કર્યું. આ દરમિયાન તેમનાં બાળકો ઉછરી રહ્યા હતા અને સમજણા પણ થયા હતા. બે દીકરીઓને યોગ્ય જગ્યાએ પરણાવી દીધી. તેમને સારું સાસરું મળી જતા સુહાસિનીને માથેથી એક ચિંતા ઓછી થઈ. બે દીકરામાંથી મોટો દીકરો ભણવામાં નબળો હતો અને એટલે તેણે ખેતમજૂરનું કામ સ્વીકારી લીધું. ચારેય સંતાનોમાં સૌથી નાનો પુત્ર અજોય પર માતાનો મદાર હતો.આ દીકરો પણ જાણે માના અરમાન પૂરા કરવાનો હોય એમ શાળાના ભણતરમાં જ તેજસ્વી સાબિત થયો. મેડિકલ અભ્યાસના પ્રવેશની દેશામાં પહેલા કદમ તરીકે અજોય બારમા ધોરણમાં સફળતા મેળવી અને ત્યાર બાદ ઑલ ઈન્ડિયા મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ પણ પાસ કરી. ભણતર દરમિયાનજે પણ વિઘ્નો આવ્યા તેની દરકાર કર્યા વિના અજોય આગળ વધતો રહ્યો.તેને શિષ્યવૃત્તિ મળી ગઈ અને તેણે કલકત્તા મેડિકલ કૉલેજમાં ઍડ્ મિશન મેળવી લીધું.

મહેનત અને ખંતથી અભ્યાસ કરતા અજોયે માને આકરી મહેનત કરતા જોઈ હતી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળી ગયા પછી તેણે જીવનમાં અન્ય જરૂરિયાતોની બાદબાકી કરીને એક જ નિર્ધાર કર્યો કે માનું સ્વપ્ન સાકાર કરવાને જ પ્રાધાન્ય આપવું. ભણતર દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રલોભનોને વશ થયા વિના આ યુવાને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી લીધી. હવે હૉસ્પિટલ બાંધવાનું મિશન પાર પાડવાનું હતું  મિત્રો અને શુભેચ્છકો તેમ જ અન્ય કેટલીક વ્યક્તિઓનો સંપક કરીને એંસી હજાર રૂપિયા એકઠા કરવામાં સફળતા મેળવી. પાશેરામાં પૂણી જેવા આરકમની મદદથી અજોયે માના સપનાની હૉસ્પિટલની ઈમારતનો પાયો નાખવામાં સફળતા મેળવી. દીકરાની નિષ્ઠાની તેમ જ તેની ધગશની અને સંઘર્ષની વાતો ચારે કોર ફેલાવા લાગી અને મદદનું વહેણ શરૂ થયું. ઈંટ પર ઈંટ ગોઠવાતી ગઈ અને ઈમારત આકાર લેતી ગઈ. જરૂરિયાતમંદોને કાયમ સહાય કરવી એ માનો ગુણ દીકરામાં ઊતરી આવ્યો હતો. 2009નું ઉદાહરણ દીકરાની દૃઢતા અને મક્કમતાનો પરિચય  કરાવે છે. એ વખતે સુંદરવનમાં વિનાશકારી વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો હતો. એ સમયે કેટલાક સાથી તબીબોને લઈને અજોય પશ્ચિમ બંગાળના અંતરિયાળ વિસ્તારોમાં રાહતનાં કાર્યો કરવા ઉપડી ગયો. સંતરાગાછી નામના ગામમાં ઘણાં વર્ષોથી યોગ્ય તબીબી સેવા નહોતી મળી રહી. અજોયે મક્કમ નિર્ધાર કર્યો કે આ ગામને સારી મેડિકલ સગવડ મળી રહે એ માટે પ્રયત્નો કરવા. પૈસાની છૂટ નહોતી, પણ હિંમત અમાપ હતી. એટલે બાંબુ અને પોલિથીનની શીટની મદદથી એક કામચલાઉ દવાખાનું ઊભું કરી દીધું. વાત ફેલાઈ જવાને કારણે આસપાસના ગામડાંમાંથી સારવાર લેવા લોકો આવવા લાગ્યા. દરદીઓની સંખ્યા વધવાથી અજોયે દવાખાનું મોટું બનાવીને સગવડો પણ વધારી. આ ઉપરાંત તેમણે સ્થાનિક લોકોને પાયાનું શિક્ષણ આપવાની શરૂઆત કરી જેથી પ્રાથમિક ઉપચાર તેમની ગેરહાજરીમાં અને તાત્કાલિક ધોરણે થઈ શકે. આ સંદર્ભમાં અજોય મિસ્ત્રી જણાવે છે કે’આઝાદીના સાત દાયકા પછી લોકો સ્વાતંત્ર્યનો ખરો અનુભવ કરી રહ્યા છે. પોતાને માટે કંઈક થઈ રહ્યું હોવાની લાગણી તેઓ અનુભવી રહ્યા છે.’ અજોય મૂળભૂત તબીબી સારવાર પણ ન મેળવી શકનારા લોકો પ્રાથમિક તબીબી તાલીમ મેળવીને અન્ય ગામવાસીઓને મદદરૂપ થઈ રહ્યા છે. આ ટીમના પ્રયત્નોને કારણે જ જે લોકોને બીમારીની સારવાર માટે 150 કિલોમીટર દૂર સુધીનો પ્રવાસ કરવો પડતો હતો એ લોકો માટે તબીબી સેવા ઘર આંગણે જ ઊભી થઈ ગઈ છે. હૉસ્પિટલ ઊભી કરવાની સાથે અજોય મિસ્ત્રીએ ચોખ્ખા પાણીની સમસ્યા, વીજળીનો અભાવ અને વાહનવ્યવહારની તકલીફ જેવી  વિષમ પરિસ્થિતિનો સામનો કરીને માનું સપનું સાકાર કર્યું. આ સંઘર્ષ યાત્રાનો નિચોડ પ્રતિક્ર્યામાં સુંદર રીતે વ્યક્ત કરી અજોય જણાવે છે કે’ ઉમંગ અને ઉત્સાહની સાથે માનસિક મનોબળ, દૃઢતા અને પ્રામાણિકતાનો સંયોગ થાય તો કોઈ પણ સપનું સાકાર થઈ શકે.’

************************************

 

(જન્મભૂમિ-પ્રવાસી 22 ઓક્ટોબર,2017 ,મધુવન પૂર્તિ,પાનું:7)

લાભપાંચમ… મનપાંચમ… શુભપાંચમ

(શ્વાસનું રિચાર્જ—પ્રણવ પંડ્યા)

દિવાળીનો ઝગમગાટ સડસડાટ પસાર થઈ ગયો છે પણ કોઈ હજી અજવાસ ઓસર્યો નથી. માણસોએ દિવાળી ઉજવી લીધી છે પણ હજી દેવની દિવાળી બાકી છે. એ રીતે માણસ દેવ કરતાં પણ આગળ છે, ઉજવણીની બાબતમાં તો ખરું જ! આપણે ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાય ણ જોઈએ. આઠમ પછી પારણાં નોમ જોઈએ અને દિવાળી પછી દેવ દિવાળી. યંત્રોને પણ સમયાંતરે સર્વિસ કરવા પડે છે. ઉત્સવો –તહેવારો એ માનસજાતની આવી જ ઉમંગભરી સર્વિસ છે ! કીચૂડાટ કરવા લાગેલું આપણું  રૂટિન ઉત્સવમાંથી પસાર થઈને ફરી સડસડાટ દોડવા માંડે છે. નવા દિવસો છે, નવો ઉત્સાહ છે. નવું બધાને ગમતું હોય છે એટલે જ તો દરેક વાતચીતના આરંભે પુછાતું હોય છે. શું છે નવીનમાં? અલબત્ત આવા સવાલની પછવાડે કૈંક  નવીન કે નૂતન થવું જોઈએ એવી અપેક્ષા ડોકિયા કરતી હોય છે. નવો સમય નવા સંકલ્પોનો શણગાર પામીને ઉભો છે. આપણાસંકલ્પોની આવરદા આપણે જાણીએ છીએ અને છતાં સંકલ્પ કરવામાં આપણે બહુ પાવરધા છીએ! વળી, આપણા સંકલ્પ અલ્પ પણ ન હોય ! પછેડી જેવડી સોડ તાણવી એ બ્રહ્મજ્ઞાન સંકલ્પની બાબતમાં આ દિવસોમાં પછેડીની બહાર ધકેલી દેવાય છે!

પુણ્ય સંકલ્પ માટે એક સરસ શબ્દ છે મનોરથ. મનોરથ કેવળ રાખવાનો ન હોય, મનોરથ સેવવાનો હોય, તો જ એ સાકાર થાય. પરમના મનોરથ રાખી શકાય તો સ્વયંના મનોરથ કેમ ન રાખી શકાય?! કેટલાકનાં મન હિટલરની ગેસચેમ્બર જેવા હોય છે જેમાં સેંકડો મનોરથ ગૂંગળાઈ ગૂંગળાઈને મરી જતાં હોય છે. આપણે ધનતેરસ ઉજવીએ છીએ પણ મનતેરસ ક્યારેય નથી ઉજવતા. જે તિથિમાં સમય સાથે મન અને આત્મા જોડાય છે ત્યારે પ્રત્યેક તિથી ઋષિપંચમી જેવી પાવક, વસંતપંચમી જેવી આહ્લાદક અને લાભ પાંચમ જેવી પોષક બની રહે. શુભારંભ માટે હમણાં લાભપાંચમ પસંદ કરાશે, પણ કવિ રમેશ પારેખ તો મનપાંચમ ઉજવી અને એની ઉજવણી કરતો મેળો પણ સર્જી નાખ્યો !–

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે

કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યાં, કોઈ દોરાનું તૂટવું લાવ્યાં

કોઈ અધકચરા કોઈ અણોસરા ઝાઝબાત લઈને આવ્યાં છે

ફુગ્ગો ફૂટી જવા માટે સર્જાયો હોય છે પણ ફૂટી જતાં પહેલાં એ ફુગ્ગો કોઈ બાળકના આક્રંદને આનંદમાં ફેરવી નાખે તો એનું ફુગ્ગાપણું સાર્થક. દોરો પણ તૂટી જવાનો, પણ તૂટતાં પહેલાં એ કોઈ ફૂલોને, કોઈ મણકાને કે કોઈ પહેરણના ટુકડાને જોડી આપે તો એના તૂટવા પર વધુ અફસોસ નથી થતો. માણસ પણ ફુગ્ગાની જેમ હવાથી જીવે છે. સંબંધોના દોરાઓથી વીંટળાયેલો છે. આ દોરો સ્વયં તૂટે એ પહેલા એણે અન્યને જોડવાનું કામ કરવાનું છે.સંબંધના દોરા બહુ કાચા હોય છે જેને તૂટી જતાં વાર નથી લાગતી. તૂટેલા દોરને સાંધીએ તો પણ વચ્ચે ગાંઠ આવી જાય છે જે કાયમ ખટક્યા કરે છે. ગાંઠ ઉકેલવા ખાસ્સી મહેનત અને જહેમત જરૂરી બની જાય છે. જનાબ હસ્તીમલ હસ્તી આ શેરમાં કહે છે તેમ…

ગાંઠ અગર લગ જાએ તો ફિર રિશ્તે હો યા ડોર

લાખ કરે કોશિશ, ખુલને મે વક્ત તો લગતા હૈ

અને આ ગાંઠ વળવાનું પ્રાય: એક જ કારણ હોય છે—આપણે ગુણ છોડીને ગણતરી કરવા માંડીએ છીએ. વારેવારે ત્રિરાશી માંડી આપણે કહેતા હોઈએ—મારે કેટલા ટકા? જ્યાં આવી ટકાવારી નીકળતી થાય છે ત્યાં સંબંધોનું ટકાઉપણું લગભગ નહિવત્  થાય છે ! મોરારિબાપુએ એકવાર કથામાં કહેલું કે આપણને કાયમ લાભમાં રસ હોય છે, શુભમાં નહિ ! કેટલી સાચી વાત! લાભપાંચમ દરવર્ષે આવે છે પણ શુભની પાંચમ, છઠ્ઠ, સાતમ…કદી બનતાં જ નથી. લાભત્વ જો શુભત્વ કરતાં સહેજ પણ ઓછું લાગે તો બાળપણમાં પ્રાથમિક શાળામાં નિર્દોષતાથી ગાયેલી આ પ્રાર્થનામાં ‘શુભ’ ને બદલે ‘લાભ’ મૂકી ગાઈ જુઓ…

 

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

લાભ સીમિત છે જ્યારે શુભ તત્ત્વમાં વ્યાપકતા છે. આપણા પંચાંગમાં પણ લાભ સમયે વ્યાપાર શરૂ થાય છે અને શુભ સમયે યજ્ઞકર્મ !

લાભ જરૂરી છે જ, પણ જ્યારે આ લાભ માત્ર મારો કે અમારો બની રહે છે ત્યારે માણસાઈને મોરપીંછ ચડી જાયછે અને આ લાભ જ શુભ બનીને સર્વત્ર સંચરતો થઈ જાય છે. લાભ માત્ર પાંચમ સુધી પહોંચી હાંફી જાય છે, શુભ તો અમસને પણ પૂનમનું અજવાળું આપવા સમર્થ છે !

ચાર્જિંગ પોઈન્ટ:

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનાં વિચાર દે

–મરીઝ

——————————————–

 

ભજ ગોવિંદમ્/શંકરાચાર્ય

આસ્વાદ અને અર્થઘટન:સુરેશ દલાલ/ઈમેજ પબ્લિકેશન્સ

શ્લોક: 8

પાના: 55 થી 59

દીવાલ પર અરીસો

     કા તે કાન્તા  કસ્તે પુત્ર:

           સંસારોડયમતીવ વિચિત્ર:

     કસ્ય ત્વં ક: કુત આયાત–

           સ્તત્ત્વં ચિન્તય તદિહ ભ્રાત: …8…

કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? સંસાર આ વિચિત્ર.

તું કોનો? ને ક્યાંથી આવ્યો? આ તત્ત્વ સિવાય બીજાનો

વિચાર ન કરાય ભાઈ. માત્ર સત્યનો જ વિચાર કર અને ગોવિંદને ભજ…8…

     શંકરાચાર્ય  વૃક્ષની કે પાંદડાંની કે વૈભવની વાત નથી કરતા, પણ માણસને મૂળ વિશે વિચારવાનું કહે છે. મોટે ભાગે માણસ ભ્રમની સૃષ્ટિમાં મહાલતો હોય છે. એ માને છે કે મારી આસપાસનાં બધાં જ મારાં છે. મને સાથ આપનારાં છે. બધું કરશે પણ મને કદી નહીં છોડે કે કદી નહીં તરછોડે. અંતે તો એવું પુરવાર થાય છે કે બધાં જ સ્વાર્થનાં સગાં હોય છે. બધે જ છળકપટ અને દગો હોય છે. શંકરાચાર્યના મનમાં આપણને ભ્રમની સૃષ્ટિમાંથી કઈ રીતે છોડાવવા, એની જ વાત વસી છે. આપણે આપણી આસપાસ જે જગત રચ્યું છે કે આપમેળે રચાયું છે, એના જો પડેપડ ઊખેડી નાખીએ તો જાણવા મળશે કે આપણે જેને જગત તરીકે બિરદાવીએ છીએ એ કાયાજગત છે. માયાજગત છે અને છાયાજગત છે. કાગળ પર ચીતરેલ વૃક્ષ જેવા સંબંધો ક્યારેય છાયા આપતા નથી. આપણને કહેવતા સંબંધોનું જૂઠ એટલી હદે સદી ગયું છે કે આપણે સત્યથી અજાણ્યા જ છીએ. શંકરાચાર્ય યથાર્થનું દર્શન કરાવે છે. આપણામં વૈરાગ્યની વાતને દૃઢ કરવાનો એમનો પુરુષાર્થ છે.

          વાત ગમે એટલી સાચી હોય, છતાં પણ પૂર્ણ આદર સાથે શંકરાચાર્યની તમામ વાત સાથે સંમત થવા જેવું નથી. ઘણી વાર અતિશયોક્તિને કારણે પણ મૂળ સત્ય સરી જતું હોય છે. જે સ્તર પરથી શંકરાચાર્ય વાત કરે છે એ સ્તરને એક વાર સ્વીકારીએ તોપણ સામો પ્રશ્ન રહે જ છે. પતિ હોય કે પત્ની હોય કે પુત્ર હોય કે ભાઈ હોય—આ બધાં અચાનક ભવસાગરમાં ભેળાં થઈ જતાં કાષ્ઠ જેવાં છે. એનો આધાર લઈને નિરાધાર ન થવાય એ સત્ય છે.

     પણ સંબંધનું પણ ક્યારેક સવાયું સત્ય હોય છે. ભલે આપણાં સંતાનો ભવિષ્યમાં કદાચ આપણાં ન પણ થાય, પણ એને ઉછેરવાનો આનંદ ઓછો નથી. સનાતન ભલે ન હોય પણ જીવનમાં જે કોઈ આત્મીયતા મળી છે, એનું સૌંદર્ય પણ ઓછું નથી. વૃક્ષને એક વાર પાનખર આવી ગઈ અને એને મોસમનો વસમો પરિચય થાય પછી આવનારી વસંતને વૃક્ષ કદી કાઢી મૂકે ખરું? એનાં પર્ણ ખર્યાં તો નવી કૂંપળ ફૂટી. ડાળ પર કોઈ પંખી ક્યારેય કાયમને માટે બેસી રહેતું નથી. એના ટહુકામાં સવારનો જે તરવરતો તડકો હોય છે, એની આભાને લૂછી નાખવાનો કોઈ અર્થ ખરો? કોઈ કહેશે કે વસંતમાં વૃક્ષનો પુનર્જન્મ  થયો અને ફરી પાછા આ જનમમરણના લાખ ચકરાવા શરૂ થયા અને શંકરાચાર્યનો હેતુ તો આપણને એ ચકરાવામાંથી મુક્તિ અપાવવાનો છે.

     શંકરાચાર્ય ભલે ભક્તિની વાત કરે, પણ એમનામાં રહેલું જ્ઞાન, એમનામાં રહેલી પ્રજ્ઞાથી એ મુક્ત થતા નથી. જો વલ્લભાચાર્ય અંપ્રદાયના કોઈક કવિએ અ સ્તોત્ર લખ્યું હોત તો આમાં આટલી બધી કોરાશ ન હોત. ભક્તિ તો પ્રવાહિત છે. એમાં ભીનાશ હોય. એમાં આદ્રતા હોય. અહીં તો જ્ઞાનના પ્રખર સૂર્યનો તાપ છે. જીવનથી આટલી હદે આપણાથી ઉફરા ચલાય નહીં. જેટલી હદે વગોવાયું છે એટલું જીવન નિરસ નથી. કદાચ વિચિત્ર હશે, પણ વિષમ નથી. માળીને ખબર છે કે પોતે ઉગાડેલું ફૂલ છેવટે તો ખરી પડવાનું જ છે. તોપણ એ બગીચાને કુહાડાથી કાપી નથી નાખતો. બીજમાંથી ફૂલ ઊગે છે અને ખરતાં પહેલાં કાંટાઓની વચ્ચે રહીને પણ પોતાની સુવાસ અને પોતાનું સૌંદર્ય પાથરે છે એ શું ધન્ય ઘટના નથી? કોઈ જ આપણું નથી એમ જ્યારે કહીએ છીએ ત્યારે આપણે પણ એટલા કોઈના નથી, એ વાત ભૂલાવી ન જોઈએ. વૈકુંઠની ચિંતામાં વ્રજનો આનંદ શુ કામ જતો કરવો જોઈએ? શંકરાચાર્યની વાત સાથે એક જ રીતે સહમત થવાય કે બધા મનુષ્યના સંબંધો છેવટે તો need based અથવા greed based છે .એટલે કે ઉપયોગી ને કામચલાઉ છે; તો આ અને આવા બધા માણસોની પાછળ માધવ છુપાયો છે એના પર જો સૂક્ષ્મ દૃષ્ટિ ફેરવીએ તો સ્થૂળ સંબંધો આપોઆપ ઓસરી જશે અને ગોવિંદનું ભજન જ આપણને તારશે. ક્યારેક તો આ સ્તોત્રની સામે આવુ6 ગીત ધરવાનું મન થાય:

     આ જનમમરણના ચક્કરમાંથી છૂટીને

     લૂંટાય એટલો આનંદ અહીંયાં લૂંટોને

      ગઈ કાલ પર મૂકો ચોકડી

                     આવતી કાલ પર છેકો

 આ ક્ષણમં તો ફૂલ થઈને

                     વૃક્ષ જેટલું મ્હેકો

પંખીના ટહુકા વચ્ચેનું મૌન મનોમન ઘૂંટોને

આ જનમમરણના ચક્કરમાંથી છૂટીને

     વ્રજ—વૈકુંઠના ભેદની અમને

           પડી નથી રે કાંઈ

     અમે ચાલીએ: રસ્તો ચાલે:

           સૂતાં ત્યાં જ તળાઈ

મનમાં તો મશગુલ એટલા: કાંઈ કશું નહીં પૂછોને

લૂંટાય  એટલો  આનંદ  અહીંયાં  લૂંટોને.

તત્ત્વજ્ઞાનની કોરી દિવાલ પર આ અરીસામાંથી પણ સંસાર વિનાના સંસારનું પ્રતિબિંબ જોવા જેવું છે.

——————————————————————————-

 

ભાદરવા સુદ એકમ,2063 ને બુધવાર, 12સપ્ટેમ્બર 2007

પાંપણનો તકાજો***મકરંદ દવે
પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે, પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
સુમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત, તો કોણ અહીં આવ્યું? આ કોની તે આહટ છે?
એ આવશે અચાનક, ને આવશે ઘડીપળ, પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે.
નફરતની નજર માટે મેં માગી આ દુવાઇ, નાપાક છે ન દુનિયા, ના કોઇ નપાવાટ છે.
મારો પુકાર એક જ, સોગાદ તારી સો સો,
હે રામ, કેવી હાજર, પ્રેમીની રખાવટ છે!
મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત, નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.
યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.