You are currently browsing the category archive for the ‘લોક્ગીતો’ category.

મોરારીબાપુની એક કથામાં સાંભળેલું

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

Advertisements

29 અગસ્ટ 2007, શ્રાવણ વદ બીજ 2063,બુધવાર

જનેતાને
ક્ષમતા અગર તમે ત્યજી,
અમે ક્ષમા માંગવા કયાં જાશું?
જનનીના આશીર્વાદ વિના,
અમે ભીડ ભાંગવા કયાં જાશું?

વ્હાલ વિસામા તમે ચણ્યા,
પત્થરમાં પ્રાણ તમે પૂર્યા,
એને છાયા જો તમે નહીં આપો,
તો અમે વિસામા કયાં લઇશું?

ઉપકારો સૌ ભૂલી જાતા,
પુત્રો પરણીને પલટાતા,
પલટાશો પ્રૂથ્વીરૂપ તમે,
અમે પગે લાગવા કયાં જાશું?

શબરીએ બોર કદી ચાખ્યાતા ક્યાં?

એણે જીભે તો રાખ્યાતા રામને !

એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,

અંદરથી ચાખ્યાતા રામને.

શબરીએ બોર……..

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા

જરૂર એને વાગ્યા હશે,

લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી

એક એક બોરને લાગ્યા હશે,

આંગળીથી બોર એણે ચૂંટયાતા ક્યાં?

લાલ ટેરવેથી પૂજ્યાતા રામને

શબરીએ બોર…….

રોમ રોમ રાહ જોતીઆંખો બિછાવીને,

કેટલીયે વાર એણે તાકી હશે?

રામરામ રાત દિ કરતાં રટણ,

ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યાતા ક્યાં?

ઠેઠ તળિયેથી ઝંખ્યાતા રામને.

શબરીએ બોર….

 

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછૂંદરોનું છૂ છૂ છૂ

કૂજનમાં શી કક્કાવારી? હું કૂદરતને પૂછુ છું,

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હુ હુ હુ….કબૂતરોનું….

લખપતિઓના લાખ નફામાં સાચુંખોટું કળવું શું?

ટંકટંકની રોટી માટે રંકજનોને રળવું શું?

 હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ! તું પ્રભુ તું….કબૂતરોનું..

સમાનતાનો  સમય થાશે ત્યાં ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણિધરો શાં ફૂ ફૂ ફૂ

થા થા થઇને થોભી જાતાં સમાજ કરશે ઘૂ ઘૂ ઘૂ ….કબૂતરોનું…

 

પરમેશ્વરતો પહેલું પૂછશે કોઇનું સુખદુ:ખ પૂછ્યુંતું?

દર્દભરી દુનિયામાં જઇણે કોઇનું આંસુ લૂછ્યુંતું?

ગેં ગેં ફે ફે કરતાં કહેશો હે હે હે હે ! શું શું શું ….કબૂતરોનું….  

 

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,

મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..

કાળજા કેરો કટકો મારો….

છબતો નઇ જેનો ધરતી ઉપર,પગ આજ થીજી ગ્યો;

ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો….

કાળજા કેરો કટકો મારો…

બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ  છૂટી ગ્યો;

રાહુ થઇ ઘૂંઘટડો મારા,ચાંદને ગળી ગ્યો-

કાળજા કેરો કટકો મારો…

આંબલી  પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;

ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણોહરો-*

કાળજા કેરો કટકો મારો…

ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;

ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો-

કાળજા કેરો કટકો મારો…

લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રયો;

જાન ગઇ જાણે  જાન લઇ; હું તો સૂનો માંડવડો-

કાળજા કેરો કટકો મારો.

.

*અણહોરો  એટલે આઘો, દૂર,

હોરો= નજીક, અણ= નહીં.

 

તમે જોજો, આપણી ઓસરીમાં કોઇ રંગારો રંગ પૂરતો હોય તે ચિત્ર જોજો. તે એક ઝાડનું થડ કરે,પછી ડાળીઓ કરે, અને પછી પાંદડાં કરે. તમે જોજો, રંગ બદલતી વખતે વાટકો ને પીંછી ધોઇ નાખેછે. એમ દીકરીને પણ આજ રંગ બદલવાનો  વખત આવ્યો છે. રંગારો જો રં ગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય જો ધોતો હોય તો દીકરી એની જિંદગીનો રંગ બદલતી વખતે કાળજું કેમ ન ધૂએ? આંસુડે  તે કાળજું વીછળી નાખેછે.  અત્યાર સુધી એને પિયરના રંગ પુરાણા છે. એ પુરાણા (જુના) રંગ ધોઇ નાખેછે.મારો બાપ… મારી મા… મરો ભાઇ… મારી બહેન… જે પિયરના રંગ પુરાણા છે તેને આંસુડાથી ધોઇ નાખેછે.

શ્રી ભીખુદાન ગઢવી//દીકરીવિદાય એ કરુણમંગળ ઘટના છે//દીકરી વહાલનો દરિયો//અભિયાન પ્રેસ