કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963
કાનજીને કહેજો કે આવશું, બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં
વાંકું શું પાડવું તમારે! કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને…. મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો, સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો ! જીવતરની વેચીએ છાશું…કાનજી ને…
મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને
તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી, આખી રહેશે તો લેતા આવશું…કાનજીને..

Advertisements

દુષ્ટજન તો (નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)

દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે, પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભિમાની રે. સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ ન કરે કોઇની રે, વાચ કાછ મન સદા મલિન જ રાખે,કરમ ફૂટી જેની જનની રે.
કૂદ્ર્ષ્ટિને ત્રૂષ્ણા ભોગી, પરસ્ત્રી જેને નવ માત રે. જિહ્વા થકી કદી સત્ય ના બોલે,પરધન હાથથી નવ છોડે રે.
મોહ માયામાં ડૂબેલો રહેવે,વૈરાગ્ય ના મળે જેના મનમાં રે. રામનામ કદીયે ના લેવે, સકળ તીરથથી સદા છેટો રે. પૂરો લોભી ને કપટ સહિત છે, કામક્રોધ સદાના સંગી રે, ભણે ભગત તેનું દરસન કરતાં કૂળ ઇકોતેર ડૂબ્યા રે

હરિ! આવોને**ન્હાનાલાલ
આ વસંત ખીલે શત પાંખડી, હરિ! આવોને; આ સ્રૂષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને. આવિશ્વ વદેછે વધામણી, હરિ! આવોને; આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ! આવોને.
આ ચંદરવો કરે ચંદની, હરિ!આવોને.
વેર્યાં તારલિયાનાં ફૂલ; હવે તો હરિ! આવોને.
પ્રભુ પાથરણાં દઇશ પ્રેમનાં, હરિ!આવોને; દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવોને. આ જળમાં ઊઘડે પોયણાં, હરિ!આવોને;
એવા ઊઘડે હૈયાના ભાવ: હવે તો હરિ! આવોને. આ માથે મયંકનો મણિ તપે, હરિ!આવોને; એવા આવો, જીવનમણિ માવ! હવે તો હરિ! આવોને. આ ચંદની ભરી છે તળાવડી, હરિ!આવોને; ફૂલડિયે બાંધી પાજ; હવે તો હરિ! આવોને. આ આસોપાલવને છાંયડે, હરિ!આવોને; મનમહેરામણ મહારાજ! હવે તો હરિ! આવોને. મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવોને; મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવોને. મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ!આવોને; મ્હારા આતમસરોવર ઘાટ, હવે તો હરિ! આવોને.

02/09/2007, સોમવાર –શ્રાવણ વદ છઠ 2063
આવતી કાલે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ગીતામ્રૂતનું પાન સાથે કરીએ.
અધ્યાય બીજો, શ્લોક 54 થી 72 અર્જુન બોલ્યા– સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે, કેમ, મૂનિ જે સ્થિર બુદ્ધિનો—54 હે કેશવ! સ્થિતપ્રજ્ઞના એટલે કે સમાધિસ્થના શાં ચિહ્ન(લક્ષણો) હોય ?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે અને ચાલે?—54

શ્રી ભગવાને કહ્યું—
મનની કામના સર્વે છોડીને આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો—55
હે પાર્થ! જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓનો મનુષ્ય ત્યાગ કરેછે અને આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેછે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.—55
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઇ, ગયા રાગ ભય ક્રોધ, મૂનિ તે સ્થિરબુદ્ધિનો.—56

દુઃખોથી જે દુઃખી ન થાય, સુખોની ઝંખના (ઇચ્છા) ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.—56

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ. ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—57
જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુદ્ધિ સ્થિર છે.—57
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઇંન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—58
કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષ જ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય.—58
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, એ ટળે પેખતા પરં.—59 દેહધારી જ્યારે નિરાહારી રહેછે ત્યારે તેના વિષયો મોળા પડેછે જરૂર;પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો; તે રસ તો પરવસ્તુના દર્શનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમેછે.—59
પ્રયત્નમાં રહે તો યે શાણા યે નરના હરે, મનને ઇંદ્રિયો વેગથી વિષયો ભણી.—60 હે કૌંતેય ! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે.—60

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ, ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—61 એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ. કેમ કે પોતાની ઇન્દ્રિયો જેના વશમાં છે તેની જ બુદ્ધિ સ્થિર રહેછે.—61

મોરારીબાપુની એક કથામાં સાંભળેલું

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

નિત્ય વસંત //નીરવ મહેતા //સમર્પણ //08/11//1963
તમે અત્યંત સુંદર છો,પણ માફ કરજો જો કહું તો, કે આ દુનિયા મને એથી પણ સુંદર લાગી છે. તમારી સાથેની એ છેલ્લી મુલાકાત પછી કેટકેટલી વસંતો વીતી ગઇ છે, મારી કહેવાની આ રીત તમને ગમી નહીં,જિંદગીને મેં હંમેશા એની સુંદર બાજુએથી જ નિહાળી છે,હું એમ પણ કહી શક્યો હોત કે આપણી એ મુલાકાત પછી ઘણી પાનખરો પસાર થઇ ગઇ છે પણ કોણ જાણે કેમ મને પહેલો વિચાર વસંતનો જ આવ્યો. તમને આ પત્ર લખી રહ્યો છું લાગેછે કે દુનિયા કેટલી નાની છે?
આપણે ફરી એક વાર મળી ગયા. આપણે પ્રથમ વાર મળ્યા ત્યારે મેં આપણા પ્રેમને બકુલ ફૂલની ઉપમા આપી હતી. આ વાત આજે સારી લાગેછે,આટ આટલા વરસો પછી સ્મ્રૂતિજળનો છંટકાવ થતાં એ પ્રીતિના પુષ્પોની સૌરભ ચોમેર પ્રસરી રહી છે.
તમે પ્રથમ વાર મળ્યા ત્યારે જેટલા સરળ લાગતા હતા એવા તમે આજે નહીં રહ્યા હો. વરસો વીતી ગયા છે તેની અસર મારા પર પડી છે એમ તમારા પર પણ પડી હશે. હું તમને ફરીવાર મળવાનો છું એ વાતે જ મારા મનમાં તમારી નવી તસ્વીર ઉભી થવા લાગી છે. આ અરસામાં તમારા વિશેની ઘણી વાતો મારા સુધી પહોંચી છે. સાંભળ્યું છે કે હવે તમે સુંદર કાવ્યો રચોછો. તમારા કાવ્યોમાં તમે એવુંજ વાતાવરણ ઉભું કરોછો જેવું વાતાવરણ એકવાર તમે તમારા પ્રેમથી મારી આસપાસની દુનીયામાં રચ્યું હતું. તમે એવા જ શબ્દો અને એવી જ ભાવનાનું એક નાજુક વસ્ત્ર વણી રહ્યા જેના બંધનમાં હું આજે આટઆટલા વરસો પછી પણ મુક્ત નથી થઇ શક્યો. જોકે તમારા એ કાવ્યો તો હજી સુધી વાંચ્યા નથી, પરંતુ હું ખાત્રીપૂર્વક કહી શકુંછું કે તમારી સૌથી વધુ સુંદર રચનાઓ તમારા પ્રેમકાવ્યો હશે. સાંભળ્યું છેકે તમે હવે ખૂબ જ દિલચશ્પ રીતે વાતો કરોછો. મારી સામે તો એ હોઠ ક્વચિત જ ખૂલતા, ત્રૂટક ત્રૂટક વાક્યોમાંથી એના અર્થનું અનુસંધાન શોધવા માટે વાણીની જે આડબીડ કેડી પરથી મારે પસાર થવું પડ્યું હતું એ હુઁ હજી ભૂલ્યો નથી. તમારી આંખોમાં કહેછે કે હજી એજ એ જ ઊંડાણ છે, જે વડે પહેલી જ મુલાકાત વખતે તમે મને હ્રદયના ઉતારી લીધો હતો.
મારા માટે સૌથી મોટું આશ્વાસન તો એ છે કે તમારા હોઢ પરનું સ્મિત જેમનું તેમ અકબંધ જળવાઇ રહ્યું છે, એટલું જ નહીં, પણ તેમાં હવે નવો સંકેત ઉમેરાયો છે.હું ફરી પાછો કવિતા કરવા- તમારા ક્ષેત્રમાંપદપ્રવેશ કરવા બેસી ગયો.
હું એ કહી રહ્યો હતો કે તમે ઘણા સુંદર હતાં,પણ તમારા સોગંદ, આ દુનિયા મને એથીયે વધુ સુંદર લાગી છે,આપણે છૂટા પડ્યા એ દિવસો યાદ તમને યાદ છે? પહેલા પરિચયે આપણા બંનેના દિલની જે કુમાશ પ્રક્ટી હતી તેની પાછળ રહેલા મિજાજીપણાને પણ પછીના દિવસોએ ઠીકઠીક બહેલાવ્યું હતું. આમતો સાવ મામૂલી વાત હતી:પણ તમે જીદ ન છોડી, મેં મનાવ્યા નહીં.
હું કોલેજ છોડી, શહેર છોડી ચાલ્યો જવાનો હતો. જેના ભાવિનો દોર કઇ દિશાએ વહેતો મુકાવાનોછે એના ભાન વિનાનો વિધાતાનાહાથમાંના પતંગ સમો હું તમને છેલ્લી વાર મળ્યો,ત્યારે તમે ખૂબ ઉદાસ હતા.
તમારી ઉદાસીનતા તમારા વસ્ત્ર પરિધાનમાં પણ દેખાતી હતી. હંમેશા ચમકીલા વસ્ત્રોનો આગ્રહ રાખી રહેલા તમે ત્યારે માત્ર શ્વેત વસ્ત્રો પહેરી મને મળવા આવ્યા હતા. તમે તમારી રીસમાં એટલા જ અટલ ને હું મારી જીદમાં એટલો જ અડગ. અને બંને જાણતા હતા કે આપણે બંને ખોટા છીએ, સાચો છે આપણો પ્રેમ. મેં એટલું જ કહ્યું હતું કે તમારો સાથ પામી હુંક્રૂતાર્થ થયો હોત, પણ તમારી શુભેચ્છાઓ પામી ને તો હવે ભાવિ માટે વધુ આશા જાગી છે. તમને મારા એ શબ્દોમાં કટાક્ષ લાગ્યો હતો, હું પણ એ શબ્દો સહજ રીતે જ બોલી ગયો હતો. પણ એમાં કેટલી બધી સચ્ચાઇ હતી.તેનો ખ્યાલ તો એ પછી વિતેલા વસમા દિવસોમાં તમારા એ શુભેચ્છાના શબ્દોએ મારા દિલને જે આશ્વાસન પહોચાડ્યું તેનાથી જ આટ્લે આવી શક્યો. મને કહેવા દો કે આ દુનિયા ઘણી સારી છે. તમે મને વિરહનું દર્દ આપ્યુંહતું.આ દુનિયાએ દર્દ મને સહેજે યાદ ન આવે એવું વાતાવરણ રચી દીધું. મને એટએટલી મુસીબતો અને ઘટમાળાઓએ એવા એવા ચક્કરોની ભીંસમાં આ દુનિયાએ રાખ્યો હતો કે તમારી યાદ પણ ન આવે એવા દિવસો ઉગ્યા ને આથમ્યા. તમારી યાદ ન આવે એવા દિવસો. આ દિવસો કેવા હોઇ શકે એની તો કલ્પના જ કરવી રહી, આવા દિવસો માટે આ દુનિયાનો હું આભારી છું એ માટે જ આ દુનિયા મને સુંદર લાગી છે. મને દુનિયાએ હતાશ નથી કરી દીધો, લડતા, ઝૂઝતા ને ઝઝૂમતા શીખવાડ્યું છે. તમારાથી છૂટા પડ્યા પછી જિંદગી તરેહ તરેહની રાહગુજર પર્થી પસાર થઇ છે. આજે ફરી એના એ રસ્તા પર આવી ઉભોછું,જ્યાંથી એકવાર ચકરાવે ચડી ગયો હતો. તમે પણ એ દિવસ પછી જિંદગી કઇ રીતે વિતાવી એ હું જાણતો નથી. પણ ફરી એકવાર આપણે મળી ગયા છીએ. મને શ્રદ્ધા છે કે ફરીવાર હું તમને મળીશત્યારે ગમે તે મોસમ હશે તો યે વસંતનો વૈભવ જ સર્વત્ર પ્રસરી ગયો હશે, તમારા હોઠ પરના સ્મિતમાં કે હ્રદયના વેરાન બની ગયેલા ઉપવનમાં.

29 અગસ્ટ 2007, શ્રાવણ વદ બીજ 2063,બુધવાર

જનેતાને
ક્ષમતા અગર તમે ત્યજી,
અમે ક્ષમા માંગવા કયાં જાશું?
જનનીના આશીર્વાદ વિના,
અમે ભીડ ભાંગવા કયાં જાશું?

વ્હાલ વિસામા તમે ચણ્યા,
પત્થરમાં પ્રાણ તમે પૂર્યા,
એને છાયા જો તમે નહીં આપો,
તો અમે વિસામા કયાં લઇશું?

ઉપકારો સૌ ભૂલી જાતા,
પુત્રો પરણીને પલટાતા,
પલટાશો પ્રૂથ્વીરૂપ તમે,
અમે પગે લાગવા કયાં જાશું?

28/08/2007**શ્રાવણ સુદ પુનમ**રક્ષા બંધન**2063 મંગળવાર

રાધાજી દ્વારકામાં
રાધાજી ક્રૂષ્ણથી વિખૂટા પડ્યા બાદ વરસો પછી પોતાના પ્રિયતમને મળવા દ્વારકા પ્રભુને મહેલે ગયા, મહેલના દરવાનો તેમના અલૌકિક તેજથી અંજાઇ ગયા, કોઇને પણ તેમને અટકાવવાનું સૂઝયું નહીં, એક દરવાને દોડીને પ્રભુને સમાચાર આપ્યા કે પોતાને રાધા તરીકે ઓળખાવતી નારી ગોકુળથી આવી છે અને આપને મળવા માંગેછે,
રાધાનું નામ સાંભળતાં પ્રભુએ હીંચકામાંથી ઠેકડો માર્યો ને રઘવાટભર્યા દરવાજાતરફ દોડ્યા, દોડતા દોડતા ક્યારેક પીતાંબર પગમાં અટવાઇ જાય તેથી પડે, ફરી ઉભા થઇને દોડે, છેવટે દરવાજામાંથી પ્રવેશ કરતી પ્રિયતમાને ભેટી પડ્યા,આ જોઇ રુક્મણીજી બળીને બાવટો થઇ ગયા, મારી હાજરીમાં પરસ્ત્રીને આમ ભેટી જ કેવી રીતે શકે? છતાં યે તેઓ મૌન રહ્યા. કનૈયો રાધાને હીંચકામાં બેસાડી, હીંચકા ખાતા ખાતા બંને વાતે વળગ્યા,થોડી વાર બાદ પ્રભુએ રુકમણીજીને કહ્યું “મહેમાનની કંઇ આગતા સ્વાગતા નહીં કરો?”
રુકમણીજીએ દાસીને હુકમ કર્યો “ એકદમ ઉકળતું દૂધ મીશ્રી નાંખીને લાવ” દાસીએ પૂછ્યું “ઉકળતું કેમ, મહારાણી?” અત્યંત આવેશપૂર્વકમહારાણીએ કહ્યું” હું જેમ હુકમ કરું એમ તારે કરવાનું,નાહકના સવાલ –જવાબ નહીં કરવાના, સમજી?”
દાસી દૂધ ગરમ કરી સાણસી તેમજ પોતાની સાડીના છેડાથી વાસણને પકડી રાણી પાસે લાવી, રાણીએ માંડ માંડ વાસણમાંથી દૂધ કટોરામાં રેડી રાધાજી પાસે ધર્યું. વાતોમાં મગ્ન રાધાજી જાણે ઠંડુ પાણી પીતા હોય તેમ દૂધ ગટક ગટક પી ગયા, રુકમણીજી તથા હાજર હતા એ સૌ નવાઇ પામ્યા, પાછા બંને પહેલાની જેમ વાતોમાં મશ્ગુલ થઇ ગયા. પછી રાધાજીએ વિદાય થવા પ્રભુની રજા માંગી,પ્રભુ સ્વયં તેમને વળાવવા ગયા,
રુકમણીજીએ આવતાંવેંત પ્રભુને પૂછયું “આ તમારા મેહમાન તો ભારે અદભુત, અમે જે દૂધ કટોરામાં ઠાલવતા પણ ગભરાતા’તા તે આ બેન તો માટલાના પાણીની જેમ પી ગયા, એને કાંઇ ન થયું મોઢામાં?” પ્રભુએ વાણીથી જવાબ ન આપ્યો, મોઢું ખોલ્યું તો આખા મોંમાં ચાંદા પડેલા સૌએ જોયા.

ગોકુળમાં કોણ હતી રાધા?
ઇસુદાન ગઢવી
27/08/2007//શ્રાવણ સુદ ચૌદશ 2063//સોમવાર

દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણહતી રાધા? તો શું જવાબ દૈશ, માધા?….
તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોયે રાધા રમતી’તી સાત કોઠે. રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ દૈશ, માધા?…

રાધાનાં પગલાંમાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો? રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો, ઇ રાધા ને વાંસળી.આઘાં પડી ગયાં, આવા તે શું પડયાં વાંધા? તો શું જવાબ દૈશ,માધા?…

ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ,કાન ! હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,કાન ! સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દૈશ, માધા?…

ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું એને આઘા.. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા…. કોઇ મને પૂછશો, કોણ હતી રાધા…. કોઇ મને પૂછશો મા,કોણ હતી રાધા…

શનિવાર 25 અગસ્ટ 2007**શ્રાવણ સુદ બારસ 2063

મારી બલ્લા**હરીંદ્ર દવે**ચાંદની તે રાધા રે**સંપાદક—નીતિન વડગામા

એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાંને જાણે મારી બલ્લા. હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા આ તો ગોકુળનું ગમતીલું ગામ, વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો પિછાણું આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
રાધાનું નામ એક સાચું, ઓધાજી બીજું સાચું વ્રૂંદાવનનું ઠામ, મૂળગી એ વાત નહીં માનો કે કોઇ અહીં વારે વારે બદલેના નામ.
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.